Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

કંઈ પણ નથી

કંઈ પણ નથી

1 min
13.9K


આંસુંઓથી કીંમતી કંઈ પણ નથી;
ઝાંખી કંઈ સ્મૃતિપટલ પર ક્ષણ નથી.

જડ અને ચેતનમાં સઘળે વ્યાપ્ત છે;
એટલે અસ્તિત્વહીન કો' કણ નથી.

બાગ જેવું લીલુંછમ કાયમ હતું;
ફ્લેટ-જીવનમાં હવે આંગણ નથી.

રોજ કંઈનું કંઈ સતત પૂછ્યાં કરી--
રોકતી કે ટોકતી ગણગણ નથી.

ભાર ઊંચકતું થયું બાળક પછી;
પેન; પાટી એક- બે કે ત્રણ નથી!


Rate this content
Log in