STORYMIRROR

Deepa rajpara

Romance Inspirational Others

4  

Deepa rajpara

Romance Inspirational Others

કલીંનાદનું કામણ

કલીંનાદનું કામણ

1 min
290

શું વાત છે, આજ આ મેહુલિયો કેમ લાગતો ખાસ..?

વરસાવી રહ્યો પ્રેમ બુંદોમાં ભરી એમ જ આસપાસ..!


વાદળોની મસ્તીમાં લપેટાઈ છેડાયો મસ્ત ભીનો રાગ,

રેલાયો સાજ મલ્હાર બુઝી તપ્ત ધરાનાં તનની આગ !


મહેંકી માટીની મદમાતી ખુશ્બુ ભરી મોહે બંસરી સાદ,

તન-મન પ્રેમામૃત તરબોળ થૈ ભીંજાયા સજની સજન !


સપ્તરંગી મેઘધનુષ્યે ચડાવ્યાં વ્હાલે કલીંનાદ બાણ,

વીંધ્યું હૃદય 'દીપાવલી 'નું વરસાદે ભારે કીધું કામણ !


વરસી રહી કૃપા આભલેથી જો અનરાધાર અવિરત,

જાણ્યું ઝીલતાં એ જ નીરખી શક્યું માંહે પડેલી મુરત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance