Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

કિનારો

કિનારો

1 min
210


તારો મને સહારો મળે તો, જીવનમાં મને કિનારો મળે,

ત્રૂટક નૈ એકધારો મળે તો, જીવનમાં મને કિનારો મળે.


વર્ષોથી અટવાઉં છું ભવાબ્ધિમાં હે ભગવંત દયાળુ !

મને તારા વિચારો મળે તો, જીવનમાં મને કિનારો મળે.


ઊંડાં રે જળને ઝંઝાવતી તોફાનો મારે મધદરિયે છે,

તારો આવકારો મળે તો, જીવનમાં મને કિનારો મળે.


તુજવિણ કોણ ઉગારે અબ્ધિ અફાટના સકંજાથી,

તારા ઉપકારો મળે તો, જીવનમાં મને કિનારો મળે.


હિંસક જળચર કેવાં સતાવે અહર્નિશ હો ઉપાધિ,

કદી તારો પનારો મળે તો, જીવનમાં મને કિનારો મળે.


Rate this content
Log in