Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mita Panchal

Others Romance

3  

Mita Panchal

Others Romance

કિનારે જિંદગી

કિનારે જિંદગી

1 min
7.0K


દિલથી તને ચાહું છું

તારી ફિકર રાખું છું

સમંદરના કિનારે ઉભી છું

એટલે ભરતી અને ઓટમાં

અટવાઈ જાઉં છું


જાણું છું બધું કે ક્યાંય ખોટ નથી

પણ ના જાણે કેમ સતત ક્યાંક

અંદરથી વલોવાઈ જાઉં છું


ના તારો પ્રેમ ખોટો

ના મારો સ્નેહ ઓછો

પણ તોય નાની અમથી વાતમાં

ઓઝપાઈ જાઉં છું


તને તારા કરતાં ય

વધારે હું ઓળખું છું

એક ફાંકો મનમાં

એવો રાખું છું

પણ


આવે જ્યારે મારા માટેના

સ્નેહની વાત

ત્યારે એ ઉકેલવામાં

ક્યાંક થાપ ખાઈ જાઉં છુ


જીવન સતત વહી રહ્યું છે ,

મન ઘણું સહી રહ્યું છે.

ચાલને ક્યાંક સમંદરથી

દૂર થઈ જઈએ

આ ભરતી અને ઓટથી દૂર

થઈ જઈએ


ખુલ્લા આકાશમાં શ્વસી લઈએ

મન ભરી ને જીવી લઈએ

પાછા એ દિવસો મુઠ્ઠીમાં ભરી લઈએ


-મીતા


Rate this content
Log in