Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

ખાસ દિવસ

ખાસ દિવસ

1 min
371


વરસમાં એક દિવસ આવે છે એવો જેના માટે સહુને અરમાન છે,

જન્મદિવસનો દિવસ હોય છે ખાસ અને જિંદગીની શાન છે.


જન્મદિવસના હોય છે અલગ જ હોંશ અને ઉમંગ,

જન્મદિવસનો દિવસ, સામાન્ય દિવસો કરતા જાજરમાન છે.


સુખ, શાંતિ અને સમૃદ્ધિના શુભેચ્છા સંદેશની હોય છે વરસાદ,

જન્મદિવસનો દિવસ કરાવે અનેરું બહુમાન છે.


જન્મદિવસની શુભેચ્છા અને આશીર્વાદનું હોય છે અલગ આનંદ,

પણ મા-બાપના આશીર્વાદનું સહુથી અલગ સ્થાન છે.


આમતો જન્મદિવસના દિવસે ઉમરમાં થાય છે એક વરસનો ઉમેરો,

સાથે સાથે જિંદગીનો એક વરસ થયો બાદ, એ વાતનું પણ રાખવાનું ભાન છે.


જન્મ અને મૃત્યુ તો છે બધા માટે એક અકળ ઘટના,

જન્મદિવસના લઈએ પ્રણ કે જિંદગીનું કરવાનુ ઉત્થાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational