Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

કેમ કરી પામવા આ તાગા

કેમ કરી પામવા આ તાગા

1 min
305


આગ જ વેરે ધગી સૂરજ આ

ચાંદ તપે ઝીલતો આ તડકો

આભ ધરે ચાંદનીના વાઘા

સાગર માણે મધુ અનુરાગા

કેમ કરી પામવા આ તાગા ?

 

જોગણ ઊભી લઈ ખપ્પર કર

વાદળ ને વીજના લલકારા

વંટોળ દે વિનાશી સંદેશા

કોમલ ફૂટે હરિત આ અનુરાગા

કેમ કરી પામવા આ તાગા ?

 

અણિયાળી આંખોના આ તીરો

ઘાયલ થાતું જ ભીતર ભોળું

કોણ મધુરું બાંધતું બંધન આ

કેવા વિરહ મિલન અનુરાગા

કેમ કરી પામવા આ તાગા ?

 

આ રઝળે પાન વાટે સઘળે

ગમગીન નિસ્તેજ દીસે પાનખરા

ફૂટે શાખે જ કૂંપળ  હસતી

ગૂંથે પંખી  કલરવ માળા

રંગી દીસે જ આ સરવાળા

કેમ કરી પામવા આ તાગા ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational