કેમ આવું ?
કેમ આવું ?


લોકો આટલા ઉતાવળા કેમ છે ?
રાતની શીતળ ચાંદની પછી પણ
ઝાકળને માંગતા કેમ છે ?
સૂરજની આ આભ ક્ષિતિજે વેરતી,
પછી આ સાંજની લાલાશને,
આવકારતા કેમ છે ?
સબંધોમાં લાગણીનું વાવેતર,
છતાંય ચહેરા પર ચહેરો લગાવતા કેમ છે ?
ખબર છે ઠોકર મળશે રસ્તામાં
છતાંય લોકો રસ્તે અટવાતા કેમ છે ?
ભીડ ભરેલી દુનિયા એટલે,
આ માનવ મહેરામણ,
ભીડમાં પણ લોકો ખોવાતા કેમ છે ?
એકાંતમાં પણ કોઈ યાદોને વાગોળતું
એકાંતમાં પણ આટલો મન કોલાહાલ કેમ છે ?
હતો સંબંધ આતો નજરથી નજરનો,
પછી શરમાઈને નજર ઝુકાવતાં કેમ છે ?
ઝુકાવી આ નજરને,
સમજ્યા હદયના સુર,
તો પછી પાંપણે આ આંસુના
તોરણ બંધાતા કેમ છે ?