Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Classics Inspirational

4  

Deviben Vyas

Classics Inspirational

કદર

કદર

1 min
354


કાર્ય કરવું પણ, કદરની ના કદી પરવા કરો,

યોગ્ય ધડવું પણ, કદરની ના કદી પરવા કરો.


જે કદરદાની હશે, એ તો સદા કરશે કદર,

માન ભરવું પણ, કદરની ના કદી પરવા કરો.


જાત ઉલેચી કદીયે, વાવશો એને જગે,

આપ ઢળવું પણ, કદરની ના કદી પરવા કરો.


બસ ધરો સમજણ તણો દરિયો દિલોમાં યત્નથી,

શ્રેષ્ઠ મઢવું પણ, કદરની ના કદી પરવા કરો.


અંતવેળા, ના કશુંયે સાથ આવે છે જુઓ,

પ્રેય રળવું પણ, કદરની ના કદી પરવા કરો.


શ્રેષ્ઠ કરશો; શ્રેષ્ઠ મળશે, વાત એ નિ:શંક છે,

ધ્યેય લખવું પણ, કદરની ના કદી પરવા કરો.


ભાગ્ય રેખા કર્મથી બંધાય છે,છે એ વિદિત,

સત્ય રચવું પણ, કદરની ના કદી પરવા વગર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics