Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કદર

કદર

1 min
150


આમ બનીઠનીને ફરતાં,

ને, વટ પાડવામાં સૂરા

પણ અંદર પોલમપોલ છે,


દીકરો દીકરી એક સમાન છે,

કહેતાં સૌને બૂમાબૂમ કરીને;

પણ બધું પોલમપોલ છે,


મારે તો બધાં જ સરખાં છે,

નથી કરતાં ભેદભાવ;

પણ બધું લોલમલોલ છે,


એક વ્હાલો ને એક દવલો,

રાખતાં વેરો અંતરો રે;

એવી મોટી પોલમપોલ છે,


સરખાં ભાગ કર્યા એવો ઝંડો લહેરાવે,

પણ અન્યાય કરતાં ને ઘર ભરતાં;

એવું મોટું છોલમછોલ છે,


જુઠ્ઠાંણા ચલાવી સહાનુભૂતિ મેળવે,

ભાવનાઓની કદર નાં કરતાં;

એવું બધું લોલમલોલ છે,


સૂટ, બૂટમાં ફરતાં ફરે ને,

ઘરમાં વહુની કદર નાં કરે;

આવી તો પોલમપોલ છે.


Rate this content
Log in