Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpak Goswami

Classics Others

4  

Pushpak Goswami

Classics Others

કાનુડો કે કૃષ્ણ

કાનુડો કે કૃષ્ણ

1 min
517

ઘણો ફરક છે તમારા કાનુડા ને મારા કૃષ્ણમાં.

ગોપીઓનાં કપડાં લઈને ભાગી જાય તે કાનુડો,

ને ભરસભામાં દ્રૌપદીનાં ચિર પુરે તે એટલે કૃષ્ણ,

ઘણો ફરક છે તમારા કાનુડા ને મારા કૃષ્ણમાં.

મોઢું ખોલીને જશોદાને બ્રહ્માંડ દેખાડે તે કાનુડો,

ને કુરુક્ષેત્રનાં મેદાનમાં ગીતા ગાય તે એટલે કૃષ્ણ.

ઘણો ફરક છે તમારા કાનુડા ને મારા કૃષ્ણમાં.

બાળ ગોપાળ બની નટખટ નાટક કરે તે કાનુડો,

ને જગત માટે પૂર્ણ પુરુષોત્તમ બને તે એટલે કૃષ્ણ,

ઘણો ફરક છે તમારા કાનુડા ને મારા કૃષ્ણમાં.

રાધા પાછળ જે ગાંડો ઘેલો થઈને ફરે તે કાનુડો,

ને રુકમણી સંગે જે સંસાર ચલાવે તે એટલે કૃષ્ણ,

ઘણો ફરક છે તમારા કાનુડા ને મારા કૃષ્ણમાં.

રાધા માટે વૃંદાવનમાં જેણે રાસ રચ્યો તે કાનુડો,

ને મીરાંના મૌનમાં પણ જે બોલ્યો તે એટલે કૃષ્ણ,

ઘણો ફરક છે તમારા કાનુડા ને મારા કૃષ્ણમાં.

જેની વાંસળીથી લોકો મંત્રમુગ્ધ થાય તે કાનુડો,

ને જરૂર પડ્યે સુદર્શન હાથ ધરે તે એટલે કૃષ્ણ,

ઘણો ફરક છે તમારા કાનુડા ને મારા કૃષ્ણમાં.

Rate this content
Log in