જવાની;
જવાની;
1 min
14.1K
નથી કંઈ લાલસા ઊંચે જવાની;
જવાની છે અને અન્તે જવાની!
કવિતા શસ્ત્ર છે તો શાસ્ત્ર મોંઘું--
રવાની આવે તો વ્હેંચ્યે જવાની!
સતત ચાહું ગઝલને એકીશ્વાસે;
નહીં ચાહું તો એ એળે જવાની!
છે મારી કાજ એ તો હું ય છું ને?
પળેપળ બેઉંની લેખે જવાની!
શબદનું કેન્દ્રબિન્દું ઓળખું છું;
સતત છે ખેવના ઊંડે જવાની!
જણસ આ વર્તુળાતી પાર શું છે?
પરિધની પાર ઇચ્છા છે જવાની!
અધૂરી કામના રહેશે અગર જો
ફરીથી જિન્દગી આગે જવાની!