Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Inspirational

1.7  

Sheetal Bhatiya

Inspirational

જવાબદારી

જવાબદારી

1 min
552


જીવનના પાસા સર કરતાં કરતાં, 

એ તો બદલાઈ જાય છે !

કર્મકુશળતાથી એ તો ,

પલટાઈને વ્યક્તિ વિકાસ થાય છે !

 ‘સ્વ’ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી! 


ધીમે ધીમે થતાં પરિવર્તનમાં,

મશગૂલ થઈ જવાય !

પોતાની જવાબદારી નિભાવતાં,

‘સાગર’ સમ ગાંભિર્યતાં છે લેવાય !

 ‘સ્વ’ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી! 


રસપ્રદ રમત જેમ રમી,

યોગ્ય રીતથી જીતી લેવાય હળવાશ !

અધવચ્ચે સંજોગવશાત નિભાવવી બને અશક્ય,

તો વ્યાપી જાય થોડી થોડી ક્યાંક એની કડવાશ !

 'સ્વ’ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી! 


હા! શરુઆત જ હોય એની એવી,

કે’ આપે હૈયાને સાંત્વના જો !

ક્યારેક અટકીને પણ ફરીથી શરુ થઇ જાય,

હોય માનવતાનાં નાતે તો !

 ‘સ્વ’ ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી! 


જાણી ‘સ્વ’ની જવાબદારી લઈએ,

માત્ર તેટલી ને તેટલી જ !

જવાબદારીથી મેળવી લેવાય છે હક્ક,

‘જવાબદારી ‘ ને ‘હક્ક’ની આ દુનિયા, 

‘સ્વપ્નીલ ‘ને મન

સુંદર ગોઠવાયેલ સૃષ્ટિ જેટલી જ!

‘સ્વ’ના અસ્તિત્વની ઓળખ છે, આ જવાબદારી! 

‘સ્વ’ના અસ્તિત્વમાં જ ખીલવાની આ તો છે રીત !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational