જન્મદિવસ
જન્મદિવસ


જિંદગીમાં જન્મદિવસ હોય છે ખાસ, જન્મદિવસ નિમિતે જયજયકાર છે,
આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા માટે, જન્મદિવસ બની રહે એક દ્વાર છે.
જિંદગી આપણી, બદલતી રહેતી હોય છે, આપણી ઉંમર પ્રમાણે,
જન્મદિવસની ઉજવણી પણ, હરહંમેશ ઉમરને તદાકાર છે.
સંતાનના પ્રથમ જન્મદિવસની ઉજવણી, હોય છે સહુથી અલગ,
મા બાપ માટે, સાકાર થયેલ સપનાઓની ખુશી અપરંપાર છે.
બધાની જિંદગીમાં હોય છે, જન્મદિવસનું મહત્વ પોતપોતાની રીતે,
જન્મદિવસની ઉજવણીનો, દરેકને હોય અંદરથી ઇંતઝાર છે.
આમ તો શુભેચ્છા અને આશીર્વાદ, હોય છે બધાના જન્મદિવસે પારાવાર,
મા બાપની શુભેચ્છા અને આશીર્વાદ માં, સંભળાય હદયની પવિત્ર પુકાર છે.
જન્મદિવસ એકબાજુ, આપણી ઉંમર માં થયેલ વધારાને કરે છે પુરવાર,
બીજી બાજુ સૌરભ, જિંદગીમાં એક વર્ષ ઓછો થયાનો પણ તેમાં ચિતાર છે.