Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darshana Hitesh jariwala

Others

4  

Darshana Hitesh jariwala

Others

જિંદગી તો જીવવી જ પડશે

જિંદગી તો જીવવી જ પડશે

1 min
208


ઘડી માટીની કાયા પ્રભુએ,

આપ્યું ઈશ્વરે વરદાન અનોખું,

પછી તેમાં પુરીયા પ્રાણ,

આપી જીવતરે ભાથું અનોખું.


ભૂલો થશે વ્યથા હશે કથા બનશે,

આ અંતિમ શ્વાસ સુધી,

જીંદગી તો જીવવી જ પડશે.


દિલ દુખશે અંતર બળશે પીડા થશે

ધડકશે જ્યાં સુધી ધડકનો,

જીંદગી તો જીવવી જ પડશે.


ઠોકરો મળશે પીડા થશે નિરાશા છવાશે

બધી વેદનાઓ સહી,

જીંદગી તો જીવવી જ પડશે.


બોજ લાગશે બંધન બંધાશે તો શું થયું ?

સંબંધોનું ઋણ ચુકાવવા,

જીંદગી તો જીવવી જ પડશે.


રમતો રમાશે દોષ લાગશે જખ્મો થશે,

સમયનો પાસો પલટવા,

જીંદગી તો જીવવી જ પડશે.


શ્રધ્ધા અસીમિત હૃદયે કર્મ કેરું ભાથું ભરીએ,

આંગળી થામી પ્રભુની ધર્મ કેરું ડગલું ભરીએ.


Rate this content
Log in