Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

જિંદગી મળી

જિંદગી મળી

1 min
345


જાદુ સંબંધોથી બંધાયેલો પરિવાર મળ્યો

પરિવારથી ભરપૂર સ્નેહ મળ્યો

આ જિંદગી મળી જાદુઈ દુનિયા !


દુઃખમાં સહભાગી મિત્રો અનેક

સુખમાં મળે હાસ્યની ઝલક એક

આ જિંદગી મળી જાદુઈ દુનિયા !


પ્રકૃતિ માણવા સુંદર દ્રષ્ટિ આપી

સુંદરતા વર્ણવવા વાચા અર્પી

આ જિંદગી મળી જાદુઈ દુનિયા !


ગુણોથી ભરેલો ખજાનો આપ્યો

વડિલો જેવો મીઠો વડલો દીધો

આ જિંદગી મળી જાદુઈ દુનિયા !


પ્રેમથી રહેવા વિશાળ હૈયું

કામ કરવાને મગજ અનેરું

આ જિંદગી મળી જાદુઈ દુનિયા !


ઋતુચક્રથી ભરેલી દુનિયા અનેરી

એ માણવા પ્રકૃતિ મળી અમીરી

આ જિંદગી મળી જાદુઈ દુનિયા !


શિક્ષણ થકી મળ્યું જીવન મોંઘેરું

ગુરુ જેવા માર્ગદર્શન પથિક અનેરું

આ જિંદગી મળી જાદુઈ દુનિયા !


બાળપણ રુપે નિર્દોષતા મજાની

યુવાની માણવા શકિત અનોખી

આ જિંદગી મળી જાદુઈ દુનિયા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational