જિંદાદિલ બાળપણની પળો
જિંદાદિલ બાળપણની પળો
સમયની માયાજાળમાં ફસાતા જશો,
એ પેહલા સબંધોમાં પળભર જીવતા જાવ,
વ્હાલના દરિયામાં ખળખળાટ વહેતા જાવ,
દુનિયાથી બેફિકર થોડા શ્વાસો લેતા જાવ,
નાદનીઓમાં છબછબીયા કરતા જાવ,
બાળપણને થોડું ખીલવીને ઉછેરતા જાવ,
લારીમાં ખુશીઓ લઈ વેચતા જાવ,
અહીંથી ગમની પોટલીઓ થોડી ઉચકતા જાવ,
જ્યાં છો ત્યાં મસ્ત મજા કરતા જાવ,
દુનિયાના ભારને હળવો કરતો જાવ.