જીવવું ભૂલી ગયા
જીવવું ભૂલી ગયા
1 min
13.4K
અણસમજના બોજને વેંઢારવામાં જીવવું ભૂલી ગયા;
કેમ છો; એવું પૂછ્યું જ્યાં કોઈએ ધડકનો ચૂકી ગયા.
ગડમથલ પણ ઉંબરે આવી અને પૂછી રહી એવું સતત
બારણું ખુલ્લું મૂકીને આમ કાં એકાન્તને ઘૂટી ગયા?
એક વાતે એક મત સૌ કેળવી ચોક્કસ હતા કવિતા વિશે;
કોઈપણ ગંભીર કવિતા વાંચતાં - ઉકેલતાં ખૂલી ગયા.
કોઈએ હળવેક હાથે પીઠ પરથી હાથને પસવાર્યો ત્યાં,
પળવિપળમાં હોવું સઘળું એમને ચરણે તરત મૂકી ગયા.
કોઈની ઈચ્છા પ્રમાણે ચાલવું- લખવું કદી ફાવ્યું નહીં,
માર્ગ પોતીકે જ ચાલી આંખ પોતીકી જ લો; લૂછી ગયા.