જીવતા શીખવાડશું
જીવતા શીખવાડશું
જિંદગી આખી પરીક્ષા આપશું,
તોય સૌને જીવતા શીખવાડશું,
ખૂબ ભાગે ભલે આજે સમય,
એની માથે દાવ કાલે નાખશું,
પૂછનારા ગૂંચવાઈ જાય એમ,
પ્રશ્ન સામે પ્રશ્નથી હંફાવશું,
કેટલી શેમાં મજા છે જાણવા,
સુખ ને દુઃખ બંનેને પુરા માણશું,
શબ્દ છે, ને શબ્દ પર વિશ્વાસ છે,
જીવવા માટે બીજાનું કામ શું?