Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sanket Vyas Sk

Inspirational

5.0  

Sanket Vyas Sk

Inspirational

જીવનની પરીક્ષા

જીવનની પરીક્ષા

1 min
229


જાગી જાગીને રાતે

 વાંચી વાંચીને રાતે

પરીક્ષાઓ મેં 

     પાસ કરી છે જાતે... 


બીક રહેતી હું ભણતો જ્યારે 

    ભણવાનું પુરુ કરીશ હું ક્યારે ?

આ ભણવાનું પુરુ થાતુંં જ નથી,

   બધી પરીક્ષાઓ પાસ કરીશ હું ક્યારે?

               છતા પણ... 

             જાગી જાગીને રાતે.....


ભણવામાં હું એક્કો હતો,

     પણ ગણિત વિષયે થોડો ફિક્કો હતો,

છતા બીજા વિષયોમાં આગળ રહેતો,

     એવો નિશાળે મારો સિક્કો હતો. 

                એ પણ...

             જાગી જાગીને રાતે.....


પરીક્ષાઓ પાસ કરી જાતે

     આગળ ખૂબ વધવું હતુંં મારે, 

જીવનમાં પણ પરીક્ષાઓ હશે,

    એ હું ભૂલી ગયો કે જીવન પણ થાપ મારે. 

             ત્યાં સુધી પહોંચવા...

            જાગી જાગીને રાતે.....


જાણ્યું જીવનની પરીક્ષામાં,

     એ પરીક્ષા ક્યારેય પૂરી નહીં થાય, 

એ પરીક્ષા પાસ કરવા,

      જીવનમાં ઘણી મથામણ થાય, 


એ જ જીવનની મથામણ

જીવન કેરી છે એ પરીક્ષા,

એ પરીક્ષા પાસ કરવા

      મથવું પડશે તારે,


જાગી જાગીને રાતે

    મથામણ કરવી પડશે તારા હાથે,

તો જ જીવન કેરી આ પરીક્ષા

    પાસ કરીશ તું જાતે..... 


Rate this content
Log in