ઝરણું
ઝરણું
પહાડોથી એ ઉતરતું,
ગીતો ખુશી તણા ગાતું,
નિજ મસ્તીમાં રહેતું,
કોઈથી પણ ન ડરતું.
"હર પળ ખુશ રહેવું,
આનંદમાં જ જીવવું,
પોતાનું કામ કરવું,
જીવવું ને જીવવા દેવું"
પથ્થરનું દિલ વિંધાણું,
ભાવ થકી એ ભીંજાણું,
જઈ એમાં એ સમાણું,
આહલાદક એ ઝરણું.
