Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Others

4.0  

Ramesh Patel (Aakashdeep)

Others

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર

1 min
178


ગાજ્યાં ગગન ઘોર ગડગડ 

ઝબૂકી વીજળી ઝળહળ ઝળહળ

અંગે ઓઢ્યું નભ નમણું ફરફર 

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર,

 

પવન પાવડી ટપટપ ટપટપ

રમતું રમાડે હૈયું ખળખળ

ભાળ્યું ભીંનું ભોળું ભળભળ

રૂપલું સોણલું નીતર્યું ભરભર

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર,

 

ટહુક્યા મોરલા વનવન વનવન

છલક્યાં સરોવર છબછબ છબછબ

ધરણી લીલુડી છમછમ છમછમ

સરે સરિતાઓ સરસર સરસર

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર,

 

મિલન મોંઘેરાં મઘમઘ મઘમઘ

સૌરભમાં ડૂલ્યાં તનમન તનમન

વરસ્યાં ગમતીલાં ગીત ગુનગુન 

છલકી સૃષ્ટિ આ રસભર રસભર

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર.


Rate this content
Log in