Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


જબરું થયું છે, ભાઈ.. ભાઈ..

જબરું થયું છે, ભાઈ.. ભાઈ..

1 min 7.0K 1 min 7.0K

સામેની શેરીમાં સૈયર સંતાણી
જબરુ થયું છે ભાઈ ..ભાઈ
વાતું ને વાતુંમાં વાતો ફેલાણી આતો
જબરુ થયું છે ભાઈ ..ભાઈ
 
અધખુલ્લી આંખોથી
મધમીઠી યાદોમાં
સરતી જાતીતી બંધ શેરીયે
મઘમઘતાં પ્રીતભર્યા
પાલવ સંકોરીને
હરખાતી દોડી ગઈ ડેલિયે
 
પછી મનમાં ને મનમાં મુંઝાણી આતો
જબરુ થયું છે ભાઈ ..ભાઈ
 
ફુલસમી ફોરમતી
જાત એમ જાળવતી
બેસી ગઈ કૂવાની પાસમાં,
છલકે જો ગાગર તો -
મલકે એ મારગ તો -
ફેલાશે વાત બધી ઘાસમાં,
 
કે રાત - દિવસ પિયુમાં રંગાણી આતો
જબરુ થયું છે ભાઈ ..ભાઈ


Rate this content
Originality
Flow
Language
Cover Design