Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

4  

Gunvant Upadhyay

Others

જાઉં છું;

જાઉં છું;

1 min
13.8K


ભાષા મળી છે ત્યારથી અટવાઈ જાઉં છું;
આધા-અધૂરા પાત્ર સમ છલકાઈ જાઉં છું.

વાચાળ શબ્દ-શબ્દથી ભરમાઈ જાઉં છું;
અર્થો વગર પર્યાયમાં વિખરાઈ જાઉં છું.

હે મિત્ર; એમ તો હતો સૂરજ સમો સબળ;
પામી પ્રકાશ પારકો બૂઝાઈ જાઉં છું.

બારાક્ષરીની બ્હાર ના નીકળી શકું અને
જોડાક્ષરો ને સંધિથી હરખાઈ જાઉં છું.

આસ્વાદ-કર્મ જ્યારથી ભૂલી ગયો સ્વજન;
હું પ્રકૃતિની જાળમાં ગૂંથાઈ જાઉં છું.

કોઈ ઉગારો એમ પણ ક્યાં ક્હી શકું છું હું;
મારો જ હાથ ઝાલીને સોંપાઈ જાઉં છું.

"ગુણવન્ત" જાતથી થયો જો બેખબર જરી;
ગજકેસરી છું; ગ્રાહથી ખેંચાઈ જાઉં છું.


Rate this content
Log in