Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pallavi Oza

Inspirational

4  

Pallavi Oza

Inspirational

ઈશ્વર

ઈશ્વર

1 min
322


મસ્તિષ્ક ને બુધ્ધિ આપનાર છે તું,

ભાલમાં લકીર ખેંચનાર છે તું,

નયનને દષ્ટિ આપનાર છે તું,

મુખને સુંદરતા બક્ષનાર છે તું,


કર્ણને સાંભળવાની શક્તિ આપનાર છે તું,

નાસિકાને સુગંધ આપનાર છે તું,

જીભને મધુરતા આપનાર છે તું,

હોઠને નાજુકતા આપનાર છે તું,


દાંતને મજબૂતી આપનાર છે તું,

ડોકને લાવણ્ય આપનાર છે તું,

ગરદનને મરોડ આપનાર છે તું,

ખભાને ટેકો આપનાર છે તું,


બાવડાને બળ આપનાર છે તું,

અંગુલીને નાજુકતા આપનાર છે તું,

પગમાં તાકાત આપનાર છે તું,

કમરને લચક આપનાર છે તું,


છાતીમાં માતૃત્વ બક્ષનાર છે તું,

ઉદરમા બાળકનું જતન કરનાર છે તું

હૃદયને શાતા આપનાર છે તું,

હે, ઈશ તને કોટિ કોટિ વંદન.


Rate this content
Log in