Purnendu Desai

Inspirational

2  

Purnendu Desai

Inspirational

ઈચ્છા

ઈચ્છા

1 min
160


ગમે એટલું મન ને સમજાવો,

પણ આ ઈચ્છાઓ નું કરવું શું?


જાત ને ઘણી ફોસલાવો તમે પણ,

એ ઘાડું જ લઈને આવે તો એનું કરવું શુંં?


યોગ કરો, કસરત કરો કે પરોવો જીવ કોઈ કામમાં,

પણ જ્યાં મોકો મળે જરાક,

ઈચ્છાઓને, એ ચડી જ આવે તો કરવું શુંં?


સાચી કે ખોટી, નાની કે મોટી, પોસાય કે ન પોસાય ,પણ,

ઈચ્છા માને જ નહીં મનનું કહ્યું તો પછી કરવું શુંં?


એને નિપુર્ણ જ જોઈએ, એથી ઓછું એને કઈ ખપે જ નહીં...તો બીજું કરવું ય શું?


Rate this content
Log in