Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

હવા

હવા

1 min
375


હાલકડોલક જિંદગીને હલકી લાગી હવા,

સક્ષમ બન્યો શ્વાસ લેવા, લુચ્ચી ભાગી હવા,


વરણાગી વાદળ થયાં, ટહુકે મનનો મોરલો,

બેકાબૂ મન થાય ને આવી વૈરાગી હવા,


આગળ તો વધતો રહું, પણ ફૂટયું મારું કરમ,

પાસે રે'શે કયાં સુધી બીજાની માંગી હવા,


સરખું લાગ્યું છે મને તો જંગલ-મંગલ અહીં,

પગમાં વાગ્યા કાંકરા ને માથે વાગી હવા,


'સાગર' કોશિશ જાગવાની વર્ષોથી આદરે,

આંખો ખુલ્લી, મોતની તત્કાળે જાગી હવા,


Rate this content
Log in