Gaurang Thaker

Others


4  

Gaurang Thaker

Others


હૂંફ છે

હૂંફ છે

1 min 13.7K 1 min 13.7K

આ સ્મરણનાં આવજાની હૂંફ છે.
અમને તારા લાગવાની હૂંફ છે.

ભીંત, બારી, છત હતાશામાં હતાં,
બારણાંને વાયદાની હૂંફ છે.

એકલો તારા વગર હું કૈં નથી,
ચાંદ ને પણ તારલાની હૂંફ છે.

ખેરવી ગઇ પાનખર તો ડાળથી,
પાંદડાને વાયરાની હૂંફ છે.

ફક્ત ગમતાનો ગુલાલ એવું નથી,
આપદા છે આપદાની હૂંફ છે.

એક વાતે જિંદગીમાં છે મજા,
સ્વપ્ન સાથે જીવવાની હૂંફ છે.

પંચતત્વો એ ડરાવ્યો છે ઘણો,
આમ પાછી માંહ્યલાની હૂંફ છે.


Rate this content
Originality
Flow
Language
Cover Design