STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

હું માલામાલ થઈ ગઈ

હું માલામાલ થઈ ગઈ

1 min
4

સૂરજ સંગે આ સૃષ્ટિ જમાલ થઈ ગઈ !

ઝાકળ બિંદુ સાથે જાણે બબાલ થઈ ગઈ !


ફૂલ બની ખીલી ગઈ જાણે હરેક કળી,

જાણે એ તો ઈશ્વરે મોકલેલી ટપાલ થઈ ગઈ !


ભમરા એ સ્પર્ષ્યું આ કળીનું મહેકતું બદન,

ખીલતી કળી જાણે શરમથી લાલ થઈ ગઈ !


કુદરતનું આ અદ્ભૂત,અતુલ્ય સૌંદર્ય પામીને,

જાણે આ માનવજાત તો ન્યાલ થઈ ગઈ !


મળી ગયું મને પણ ઈશ્વરના સ્નેહનું ઝરણું,

જાણે એને પામીને હું માલામાલ થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract