Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હું ક્યાં કહું છું

હું ક્યાં કહું છું

1 min
420


હું ક્યાં કહું છું કે મોંઘી સૌગાદ લઈને આવ,

બસ પ્રેમની બે ચાર મીઠી પળો લઈને આવ,


હું ક્યાં કહું છું કે ચાંદ તારા તોડીને લાવ,

બસ પ્રેમથી છલોછલ હૈયું લઈને આવ,


હું ક્યાં કહું છું સમંદર લઈને આવ,

બસ એક હેતની વાદળી લઈને આવ,


હું ક્યાં કહું છું આખો ઉપવન લઈને આવ,

બસ મારા માટે એક લાલ ગુલાબ લઈને આવ,


હું ક્યાં કહું છું ફૂલ ગુલાબી મોસમ લઈને આવ,

બસ વિરાન હૈયાને શણગારવા પ્રણયની મોસમ લઈને આવ.


Rate this content
Log in