Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

હું છું જળ

હું છું જળ

1 min
208


 હું છું જલ, 


ધરવા સૃષ્ટિને શણગાર
છોડીને આ મહાસાગર,
બાષ્પ રૂપ ધરીને વાદળ થઈ ઘૂમું, 
હિમ, વર્ષા કે ઝાકળ  રૂપે રંગે રમું


જીવન ચક્રનું હું પૂરક કિમિયાગર
ઉષ્મા વિનિમય મમ વેપાર
વિમલ  જલ પંચ તત્વની મહા પૂંજી
અન્ન ખજાનો અર્પણ અપાર

પર્યાવરણ હો શુધ્ધ , દેશે જ ઉત્તમ ફલ
થઈ વાદળ હું ઘૂમુ , ધરવા વિમલ જલ
જાગો ચેતો , બચાવો નિર્મલ જલ , આ અવનિને આંગણ
જલ થકી છે જીવન , ચેતો ,રણે રમે ના વિનાશી પટાંગણ.
રમેશ પટેલ (આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational