Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Romance

3  

BINAL PATEL

Romance

હું અને વરસાદ

હું અને વરસાદ

1 min
461


કુદરતના એ સાનિધ્યની સોડમ શ્વાસમાં ભરી બસ બેસી રહેવું છે,

રંગબેરંગી ફૂલોની એ બંધ પાંખડીઓમાં બસ સમાઈ જવું છે,


વરસાદની એ પહેલી બુંદ સાથે અંતરમનથી બસ ભીંજાઈ જવું છે,

મેઘરાજાની સવારી આવે ત્યારે મોરની બની બસ મારે ઝૂમી જવું છે,


વરસાદી મોસમ અને એ મોસમમાં કુદરતના સાનિધ્યનો પાલવ પકડી,

મન મૂકીને, સંસારના દરેક દુઃખ-દર્દ ભૂલીને,

જિંદગીની બધી જ યાદોને વાગતા રહેવું છે,


વરસાદના પાણી સાથે રમવાની એક અલગ જ મઝા છે સાહેબ,

તન પણ ભીંજાઈ જાય ને મન પણ,

કયારેક આંખો ભીંજાય જાય તો કોઈને જાણ પણ ન થાય ને!


બસ ત્યારે,

આ વરસાદ સાથેની દોસ્તી તો મને બહુ ગમે છે,

આવે છે, ભીંજવે છે, ખુશખુશાલ કરે દે છે,


વરસાદની મોસમમાં બસ મન થનગનાટ જ કરે છે,

મન થાય કે બસ ભીંજાય કરું ને મારા ખુદના જ અસ્તિત્વમાં રાચ્યા કરું.'


Rate this content
Log in