Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Foram Patel

Others

4  

Dr. Foram Patel

Others

હું અને મારી કવિતા

હું અને મારી કવિતા

1 min
233


જે મારા વિચારોની બની છે વાચા, 

જેણે મારા મનના શબ્દોને બનાવ્યા છે સાચાં,


જે મારા હૈયાના અવાજનો છે ઓડકાર, 

જેણે કર્યું મારી જાત સાથેનું મારું જોડાણ,


છે એ તો મારા અસ્તિત્વનો રણકાર, 

જે બની મારા જીવનનો ઝણકાર,


જેમ શોભે છે વાંસળી મુરલીધરના અધરે, 

એમ વણાઈ ગઈ છે તું મારા જીવનની સફરે,


મારા અંતરઆત્માનું તું જ છે સાચું સરનામું, 

મારા સપનાને વેગ આપનાર તું જ છે એક બહાનું,


બની તું તો એવી મારી તૃષ્ણાની તૃપ્તિ, 

એવું લાગ્યું જાણે મળી આ સમગ્ર સૃષ્ટિ,


તારો અને મારો બને પર્યાય એવો, 

હોય જાણે સાથ આંખ અને આંસુ જેવો,


સાથી છે જેમ સાગર અને સરિતા, 

એવા અવિરત સંગાથે છીએ હું અને મારી કવિતા.


Rate this content
Log in