Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

હસ્ત થાઉં છું!

હસ્ત થાઉં છું!

1 min
6.8K


હું એમ ધીરે ધીરે અસ્તવ્યસ્ત થાઉં છું;
ખરા બપોરે મિત્ર મારા અસ્ત થાઉં છું.

લગીર ઓળખાણ મારી ક્યાં હતી મને?
ન પામી કર્મ; ધર્મ; મર્મ ત્રસ્ત થાઉં છું!

કે આપવા વિદાય કોઈ પણ રહ્યું નહીં;
સમય નથી છતાં ય કાળગ્રસ્ત થાઉં છું.

મને જ નડતી કોઈ મિત્ર જો દીવાલ છું;
સિમેન્ટી છું દીવાલ તોય ધ્વસ્ત થાઉં છું.

શબદનો હાથ ઝાલ્યો'તો તમારા તરફ જવા;
હું અર્થને ય ત્યાગી ક્ષણ- પરસ્ત થાઉં છું.

નથી જ ઉકલ્યા અગર જો શ્વાસ એક પણ--
ઉકેલવાને જાત લો; અભ્યસ્ત થાઉં છું!

ગઝલ અધૂરી છોડ એવું કોઈ ક્હી રહ્યું;
વિકલ્પ શોધવા જ હાલ હસ્ત થાઉં છું!


Rate this content
Log in