Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

હરિ દર્શન

હરિ દર્શન

1 min
213


હરિ દર્શન…


મંદિર મસ્જિદ  ચર્ચ ગુરુદ્વારા,
સ્તુતિ પ્રાર્થના ઢોલ  નગારા.
ડગલે- પગલે સ્થાપ્યા ડેરા,
કેમ દર્શન ન દેતા સર્જનહારા?

પંથ બનાવી તમે રચ્યા જ વાડા,
 મતાંતરે કીધાં  સ્વાર્થ કૂંડાળાં.
માણસ થઈ માણસ હડધૂત્યા,
જાણો એ કાજ અમે તો નારાજ્યા.

ના રુઠો , ધરશું ભોગ છપ્પન ભાવે,
શણગારશું હરિ હીરા-મોતી થાળે.
આરતી કરી મગ્ન ડોલીએ દરબારે,
ક્યારે આપશો અવિનાશી દર્શન વ્હાલે?

સદ્ વિચાર ને સેવા કાર્યની માંગું  હું પૂજા,
કપટ પ્રસાદી આરોગી ના થાશો જ ભોળા.
શ્રધ્ધા શરણથી ભાવે કરજો કીર્તન,
નિશદિન  અંતરે  રમશે  હરિદર્શન.

ભૂલી વેરઝેર સાધજો ચિત્તે ,ચૈતન્ય સગપણ
નમી નિજ ચૈતન્યને, પરમપદમાં કરજો રે રમણ

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational