STORYMIRROR

Bhumi Rathod

Inspirational

4  

Bhumi Rathod

Inspirational

હૃદયરંગ

હૃદયરંગ

1 min
276

હોળી ધુળેટીનો તહેવાર આવ્યો;

આનંદ ઉલ્લાસ મનમાં સમાયો,


રંગોથી હોળી રમવા ગઈ;

માનવ મહેરામણને સાથે લઈ,


લાલ પાણીની ભરી પીચકારી;

રૌદ્ર સ્વરૂપે નારીઓ જંપલાવી,


કેસરિયો રંગ લલાટે લગાવ્યો;

વીર પુરુષ નો શૌર્ય છલકાયો,


લીલો રંગ જમીન પર બીછાવ્યો;

ત્યાં પ્રકૃતિએ શણગાર સજાવ્યો,


વાદળી રંગ લાગ્યો ગગનવિહારીને;

ચિત્રો દોર્યા ગગનપંખીએ,


ધવલ રંગ તો હૃદયમાં ઉતાર્યો;

તેજસ્વી ઉજાસનો આનંદ મહેકાયો,


કાળા ધોળાનો રંગ તો નેવે મૂકાયો;

સમાંતર રંગ પુરા જોશે વખણાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational