STORYMIRROR

Nayana Charaniya

Inspirational

4  

Nayana Charaniya

Inspirational

હોળી છે

હોળી છે

1 min
338

જીવન વિવિધ પ્રકારના રંગોની રંગોળી છે,

આજ તો આ રંગોને માણવા માટે ધૂળેટી છે.


જીવનમાં આવતા વિવિધ રંગો માણીએ છીએ,

ક્યારે ક્યાં રંગે રંગાઈ જશું એ ક્યાં જાણીએ છીએ ! 


ક્યાંક લાલ તો ક્યાંક ગુલાબી છે, 

 ક્યાંક સફેદ તો ક્યાંક કાળો છે.


જીવન વિવિધ રંગોથી ભરેલ રંગોનું મિશ્રણ છે ! 

આ રંગોથી રંગીએ એકમેકને આજે તો ધૂળેટી છે.

 

ના છુપાઈને રંગોથી બચવા કરજે પ્રયાસ ખોટા,

ના છુપાઈને રંગોથી ભરી દેવા કરજે પ્રયાસ ખોટા.


આવને મળીને ઉડાડીએ રંગોના તહેવારની મોજ,

તું રંગજે મને રંગથી લાલ હું માણીસ એની મોજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational