હળવાશ ૧૯
હળવાશ ૧૯
1 min
134
આ સડક પર દોડતા લોકોને રાહત પણ નથી
બે ઘડી હળવાશ માટે અહીં તો હાલત પણ નથી,
ને કમાયાતો ઘણું ઉંમર ગુમાવી ને બધી
પળ મળે નવરાશની એ ઉરમાં ચાહત પણ નથી
ને સમયની ધાર તો જાણે વહેતી છે નદી
ઘૂંટડા બે મોજનાં પીવાની દાનત પણ નથી ?
ને કદી જો માણશે ઘેઘૂર વડલે છાંય તો
આપ શિરે આવવાની કોઇ આફત પણ નથી
ચાલ મોસમ મેઘલાની માણ "આશિષ" આજ તું
ધૂમ્રસેરો ઘૂંટવી શું ?....ને એ આદત પણ નથી.