Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract

3.5  

Bharat Thacker

Abstract

હેતની દોરી, હિતની દોરી - રક્ષાબંધન

હેતની દોરી, હિતની દોરી - રક્ષાબંધન

1 min
321


રક્ષાબંધન – હેતની દોરીના, તાંતણે તાંતણે વણાયેલી પ્રીત છે

રક્ષાબંધનનો તહેવાર, ભાઈ-બહેનના પાવન પ્રેમને કરે પુલકીત છે,


બચપનથી જ જતું કરવાની ભાવભીની ભાવના હોય છે બહેનમાં

પોતે હારીને અપાવે છે જીત, બેનડીના દિલમાં ભાઈ માટે સર્વગ્રાહી હીત છે,


સમયના વહેણ સાથે થવું પડતું હોય છે ભાઈ બહેનને અલગ અલગ

હોય ગમે તેટલા અલગ, પણ છીએ છે લગોલગ, રક્ષાબંધન એવું કરાવે પ્રતીત છે,


કોઈ પણ મુશ્કેલીમાં ભાઈ રહેશે બધી રીતે સુરક્ષિત

નાજુક હેતની દોરીમાં, એટલી મજબૂતી નિહિત છે,


હેતની દોરીમાં કેવું સરસ સંયોજાય છે લાગણીનું સંગીત

રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું અનેરુ ગુંજતું ગીત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract