હે ઈશ્વર !
હે ઈશ્વર !
હે ઈશ્વર, કેમ આવું હોય છે
કે પ્રેમ કરવો સહેલો નથી પણ કર્યા પછી
તેનેે કાયમ માટે ટકાવી રાખવો તે અઘરું છે,
હે ઈશ્વર, કેમ આવું થાય છે
પ્રેમ જતાવી તરત જ શકાય છેે પણ
તેને સમજી કેમ શકાતો નથી....
હે ઈશ્વર, કેમ આવું હોય છે
પ્રેમ તો સેેેકન્ડની રમતમાં કહી શકાય છેે પણ
તેને કલાકોની રમત રમ્યા છતાં નિભાવાતો નથી.
હે ઈશ્વર, કેમ આવું થાય છે
પ્રેમ બે આત્માથી થાય છે તો પણ
આત્મા કેમ ત્રણ-ચાર બની જાય છે....
હે ઈશ્વર, કેમ આવું....
