Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

હાય રે નસીબ

હાય રે નસીબ

1 min
378


એવાં ક્યાં નસીબ હતાં કે વણમાગ્યું સામેથી મળે,

એવાં ક્યાં નસીબ હતાં કે મનચાહ્યું આપણને મળે,


તેલ નીકળી જાય એવી કસરત કરાવી એ કિસ્મતે,

એવાં ક્યાં નસીબ હતાં કે આપણે કહ્યું એ જ મળે,


ગણતરી ખોટી પડી જિંદગીની શતરંજમાં ખેલતાં,

એવાં ક્યાં નસીબ હતાં કે આપણું ધાર્યું સ્હેજે મળે,


અપમાન ઘૂંટ ગળીગળીને વિષ પણ મીઠું મને લાગે,

એવાં ક્યાં નસીબ હતાં કે કોઈનું કર્યું એનું ફળ મળે,


સફળતા તો હાથતાળી દૈને હરવક્ત ચાલી જનારી,

એવાં ક્યાં નસીબ હતાં કે દર્પણ ધર્યું ને મુસ્કાન મળે,


Rate this content
Log in