હાય રે આ પરીક્ષા
હાય રે આ પરીક્ષા
હાય રે આ પરીક્ષા
પરીક્ષાના શિખરો સર કરવા,
મંડી પડું વિષયોની તૈયારીમાં,
ગણિત નાચે મારી આસપાસમાં,
મૂંઝાઉં છું આંકડાની માયાજાળમાં,
પેલું વિજ્ઞાન આવે મારી પાસમાં,
નવું નવું જાણું તેના સાથમાં,
સામાજિક વિજ્ઞાાનના જ્ઞાનમાં,
ગૂંચવાઈ જાઉં તેના સવાલમાં,
મારી ગુજરાતી - હિન્દી ભાષામાં,
વૈવિધ્ય ઘણું છે તેના ભાવમાં,
વિદેશી કહેવાય છે અંગ્રેજી ભાષા,
ને છતાં પણ સૌ છે તેના પ્રેમમાં,
સંસ્કૃત તો છે ભાષાની નાનીમા,
તે તો માત્ર સમાઈ છે ચોપડીમાં,
આમ સાત વિષયના સૂરમાં,
ટકા મેળવવાના ટેન્શનમાં,
બાળપણ ખોવાયું છે પરીક્ષામાં
ભૂલાયું છે રમવાનું લેસનમાં.