Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Others

4  

Nisha Shah

Others

હાથતાળી

હાથતાળી

1 min
275

એક 'દિ આવ્યો મને એક અજબ વિચાર,

જો હોય મારા ઘરની બારી પંજા આકાર !

તો બારી સામેનું પેલું અડીખમ વૃક્ષ ! જુઓ

આકાશી હથેળીમાં બદલે નીતનવા રુપ !

પાનખરમાં ફેલાયલી ખાલીખમ ડાળીઓ

જાણે આકાશની હથેળીમાં હસ્તરેખાઓ.

વસંતમાં આવશે જ્યારે વૃક્ષ પર બહાર,

હથેળીમાં લાગશે જાણે મહેંદીની હાર !

ગ્રીષ્મમાં આવશે જ્યારે ગરમીનો ગરમાવો, 

વૃક્ષ પર લટકશે ત્યારે ફૂલોનો રસાળો !

ઓહો લાગશે જાણે લાગી જરદોસી મહેંદી !

વર્ષામાં વરસે જ્યારે ધોધમાર વારિની ધાર,

લાગશે ત્યારે જાણે કરે લીંબુસાકરની ધાર !

ઉષા સંધ્યા કરે આકાશે રંગોળી એવી,

જાણે મહેંદીની પાછળ અલતાની લાલી !

પણ ક્યારે લાગશે ઘરે આવી પંજાની બારી ?

લાગે કે ના લાગે પણ આકાશી પંજાને મેં,

દઈ દીધી દીલથી એક મસ્ત હાથતાળી !

Rate this content
Log in