હાર કે જીત, ખુદ પર...
હાર કે જીત, ખુદ પર...
જગથી હાર્યા એથી શું?
ખુદથી હાર્યા, જાણે સઘળું હાર્યા.
જગથી જીત્યા એથી શું?
ખુદથી જીત્યા, જાણે સઘળું જીત્યા.
હાર કે જીત, ખુદ પર છે.
ખુદ કેરા કર્મો પર સઘળું છે.
ચાલો, "મનોજ" ! ખુદને જીતીએ,
જીત કાજે કર્મો કરીએ.