STORYMIRROR

Kiran piyush shah "kajal"

Fantasy

3  

Kiran piyush shah "kajal"

Fantasy

હા મને પ્રેમ છે

હા મને પ્રેમ છે

1 min
358

કેટલીવાર કહું..

વારંવાર એકની એક વાત...

હા... મને પ્રેમ છે.


સૃષ્ટિના કણ કણથી

ઓહ.....

તને હસવું આવે છે...

વિશ્વાસ નથી બેસતો..?

હું કૃષ્ણમયી.. કૃષ્ણા જ

મારું સર્વસ્વ એને જ અર્પણ

શ્વાસે શ્વાસે તેનું જ રટણ...

રુંવે રુંવે એનો જ વાસ...


કૃષ્ણ..?

કોણે જોયો એને..?

ક્યાં છે..?

છે તો દેખાતો કેમ નથી..?


અરે રે....

આ શું કૃષ્ણનો અસ્વીકાર..

અરે સાંભળ..

કૃષ્ણ શ્વાસ

એ અહેસાસ

મનનો વિશ્વાસ,

સૃષ્ટિના અસ્તિત્વનો આધાર,


હા... એ નથી જોઈ શકાતો...

આ નરી આંખે

પણ

એનું અસ્તિત્વ તો પવન જેવું..

એના વગર જીવન જ અશક્ય,


અને મને કૃષ્ણ હર સ્વરૂપે સ્વીકાર્ય

એટલે..

વારંવાર કહું છું..

હા! મને પ્રેમ છે..!

કૃષ્ણરૂપથી..


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy