ગરવી ગુજરાતી
ગરવી ગુજરાતી
અમે ગરવી ગુજરાતી છીયે
કોરોના સામે ડરતાં નથી.
આ કોરોના વાઇરસ સામે,
પણ જીત આપણી જ છે,
ઘરની બહાર ન નીકળીને
શું તમે સાથ આપશો ?
એક લડાઈ લડી હતી અંગ્રેજો સામે,
બસ તે જ રીતે લડાઈ લડવાની છે,
શરત એટલી જ કે લડાઈ ઘરેથી લડવાની છે.
શું તમે સાથ આપશો ?
પ્રભુ સોમનાથના આશીર્વાદ છે,
દ્વારકા નાં શ્રીકૃષ્ણ સાથે છે,
શું તમે નમસ્કાર ની રીત અપનાવશો ?
શું તમે સાથ આપશો ?
ગુજરાતની આ પવિત્ર ભુમિ છે,
પાવાગઢની મહાકાલી, પવિત્ર અંબાજી ધામ,
શું તમે નમસ્કારની રીત અપનાવશો ?
શું તમે સાથ આપશો ?
ગરબાના શોખીન છે ગુજરાતીઓ,
જેમ ગરબાનાં એક તાલે બધાં ગરબા રમતાં હોય,
તેમ તુલસી, આદુ, ફુદીનો વગેરે નાખી કાળો બનાવશો ?
શું તમે સાથ આપશો ?
કચ્
છનું સફેદ રંગ, કિનારો છે અરબ સાગર,
નર્મદા, તાપી અને સરસ્વતી જેવી નદી વહે છે,
એવી પુણ્ય ભુમિ પર વસનારા,
શું તમે સાથ આપશો ?
પ્રભુ શ્રીરામે બનાવ્યો હતો રામ સેતુ,
શું તમે આ લડાઈ માટે,
આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરશો ?
શું તમે સાથ આપશો ?
ગાંધીજી, સરદાર વલ્લભભાઈ જેવાં મહાન,
લોકોની છે આ જન્મભુમિ,
શું તમે લડાઈ માટે લોકડાઉનનું પાલન કરશો ?
શું તમે સાથ આપશો ?
ડોક્ટર, નર્સ અને પોલીસ જવાનો,
લડી રહયાં છે લડાઈ કોરોના વાઇરસ સામે,
શું તમે ઘરે રહી સાથ આપશો ?
શું તમે સાથ આપશો ?
ગરવી ગુજરાતીઓનો સાથ હશે તો
કોરોના વાઇરસ સામે,
પણ જીતી જશું ,
શું તમે સાથ આપશો ?
અમે ગરવી ગુજરાતી છીયે
કોરોના સામે ડરતાં નથી.