ગરુડ
ગરુડ


પ્રાસાદનાં કનકાભ શિખરો,
હોય પારેવાંનાં જ ઘર.
મહેલાતોમાં ગરુડ નથી હોતાં,
કે ન કંચન-શૈયાએ સૂતાં હોતાં.
એ રહે ક્યાંય ઊંચા પહાડોમાં,
ખડકોની પ્હોળી તિરાડોમાં,
થઇ સુખ-સમૃદ્ધિ ને આધીન,
માનવ થાય તપક્ષીણ - પરાધીન !
કિરીટ-મણિ જડ્યું આસન છે સત્તા,
જાણો, સાથે એ છે મનુ-તેજ-હંતા !
વૈભવ-ઝાંઝવે નર લલચાય,
એ જ છળ માણસ ને ખાય !
ચાંદની પુષ્પ-છાંયા તળે આવે એ પળ,
માણસ એમાં બને ઋજજુ મધુર-કોમળ.
ઉડતા જે સામા પવનોએ ઝંઝાવાતોમાં,
પીતાં પાણી જે કારણ જળ-પ્રપાતોમાં,
પણ અમૃત-પ્યાલો ક્લેશનો પીધા વિના -
અઘોર-અંધારમાં સબળ જીવ્યા વિના,
એ પોતાને "પુરુષ" નહિ કહેવડાવી શકે,
હઠી-વિઘ્નોને તસુ એ નહીં હલાવી શકે.. !
આખું આકાશ અયન જેનું,
વિષધર ભુજંગ ભોજન જેનું,
એ જ ભરડો-ફણિબંધ છોડાવે,
ધરણી નું જાણે હૃદય જોડાવે !