ગોગા બાપા
ગોગા બાપા


આંગણે આનંદ થયો દેતાં સૌ વધામણી રે,
નાગ પાંચમનો રૂડો અવસર આવ્યો;
ભાવિક ભક્તો દેતાં સૌ વધામણી રે..
ગોગા બાપાએ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે.
હરખનાં હિલ્લોળા ચઢ્યા..
અવસર રૂડો આવ્યો રે.
વધામણી રે.. વધામણી રે..
દેતાં સૌ વધામણી રે..
ગોગા બાપા ઘેર પધાર્યા રે
આજે કનુભાઈ ભુવાજી ઘેર આનંદ રે
ભક્તો હરખાઈને લેતાં ઓવારણાં રે..
નાગ પાંચમનો અનેરો ઉત્સવ માણે રે,
કેવો સુંદર અવસર રે.
આનંદ છાયો રૂડો આજે,
અવસર નાગ પાંચમનો આવ્યો રે.
ભાવના સૌ દેતા દિલથી વધામણી રે
સૌ ભક્તોનાં સહકાર થકી,
રંગેચંગે અવસર ઉજવાય રે;
નાગ પાંચમનો રૂડો અવસર રે.