Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahebub Sonaliya

Drama Tragedy

3  

Mahebub Sonaliya

Drama Tragedy

ગમ્યું નથી જે કદી

ગમ્યું નથી જે કદી

1 min
5.4K




ગમ્યું નથી જે કદી તે સ્વીકારવા લાગ્યાં,

અમે બસ એમ હ્રદયને રમાડવા લાગ્યાં,


એલાર્મો હારી ગયા એક ધારા વાગીને,

અને તમે શું જગત ને જગાડવા લાગ્યાં,


જગત ની દોડ મહીં થાય છે વિજય કોની?

વધુ જે દોડે બધા એને પાડવા લાગ્યાં,


અહીં તો હાસ્ય બધા સાવ ભૂલી બેઠા છે,

ફકત જનાજા દુઃખો ના ઉપાડવા લાગ્યાં,


જગતને ટેવ છે 'મહેબુબ' નખથી ખણવાની,

તમે જખમ શું બધા ને બતાડવા લાગ્યાં.


Rate this content
Log in