Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Classics

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Classics

ગમે

ગમે

1 min
390


પ્રભાતે સૂર્યના, સોનેરી કિરણે

જગના જીવોને, જાગવું ગમે.


પરોઢિયે હળ, જોતરી ખેડુને

ચાસમાં શ્વાસ, લેવા ગમે.


રોંઢા વેળાએ, બળદો છોડીને

ભાતડીયા પેટ ભરી, ખાવા ગમે.


મધ્યાહ્ન તપતા, થાકેલી કાયાને

શીતલ છાંયડે, લંબાવું ગમે.


ગોરજ ટાણે, ઘુંઘર માળે

ઢોરોને વાડે, પુરાવું ગમે.


સંધ્યા ટાણે, ગગન વિહરી

પંખીને માળામાં, ભરાવું ગમે.


ઉપર આભ, નીચે ધરતી

સાંજનો વિસામો, ચોકમાં ગમે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics