ગઝલમાં
ગઝલમાં
સફર જિંદગીની ઘડી લો ગઝલમાં.
કરી કર્મ સારા વણી લો ગઝલમાં.
ભલે નાવડી હો વમળમાં ફસાણી,
કરી યાદ ઇશને સ્મરી લો ગઝલમાં.
ઇમારત અહમની બગાડે સબંધો,
મળી સાદગીને ચણી લો ગઝલમાં.
ભરી વેદનાને રડાવો ન દિલને,
વહાવી દુ:ખોને લખી લો ગઝલમાં.
કરી આજ નિશ્ચય અડીખમ ઊભો રે,
હરાવી કપટને તરી લો ગઝલમાં.
નથી પાંજરાનું પૂરાયેલ પંખી,
અડી આભને હા ઊડી લો ગઝલમાં.
સરકતો સમય ક્યાં ફરી સાથ ચાલે!
અડી ઓસ આજે ભરી લો ગઝલમાં.